નેત્રંગ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૧ લાભાર્થીઓને ‘સ્ટેટ ટોપ અપ’ ગ્રાન્ટની ચુકવણી પ્રક્રિયા માટે મુલાકાત યોજાઈ

SHARE:

ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા *‘વિકાસ સપ્તાહ’*ની ઉજવણીના ભાગરૂપે, ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેના માર્ગદર્શન અને નિયામક નૈતિકા પટેલના સક્રિય સૂચનથી, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણના લાભાર્થીઓને ‘સ્ટેટ ટોપ અપ’ ગ્રાન્ટ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સંદર્ભે, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર અને તેમની ટીમે શણકોઈ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી અને યોજનાના અમલની સમીક્ષા કરી હતી. નેત્રંગ તાલુકાના તમામ ગામોના કુલ ૧૦૧ લાભાર્થીઓને આ ગ્રાન્ટનો લાભ મળશે.

તાલુકા વિકાસ અધિકારી (TDO) યોગેશ પવાર અને તાલુકાની સમગ્ર ટીમે, સરકારની માર્ગદર્શિકા અને ઠરાવની જોગવાઈઓનું પાલન કરીને, તૈયાર થઈ રહેલા આવાસો માટે ત્રીજા હપ્તાની ચુકવણી તાત્કાલિક ધોરણે કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી લાભાર્થી ગામજનોમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી પ્રસરી જવા પામી છે.    

વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને આહ્વાન કરવામાં આવ્યું છે કે બાકી રહેલા તમામ લાભાર્થીઓ સમયસર આવાસનું બાંધકામ પૂર્ણ કરવા તરફ તજવીજ હાથ ધરે. બાંધકામ પૂર્ણ થતાં જ સરકારશ્રીના નિયમો મુજબ બાકીની ગ્રાન્ટનું ચુકવણું પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. આ પગલું લાભાર્થીઓને તેમના સપનાનું ઘર ઝડપથી પૂર્ણ કરવામાં પ્રોત્સાહિત કરશે.

 

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!