નેત્રંગ નગરમાં વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત

SHARE:

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

         ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ૦૩ ગામમાં વિકાસ રથ ભ્રમણ કરી રહ્યો છે. આ વિકાસ રથ નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે પહોચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

જિલ્લા પંચાયતના બાંઘકામ સમિતી ચેમરમેન રાયસિંગભાઈ વસાવાના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આ વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ સહિત શપથ લેવામાં આવ્યા હતા. લાભાર્થીઓને સ્થળ પર મકાન સહાય, આયુષ્યમાન કાર્ડ અને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

      આ તકે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન દેશમુખ, સ્નેહલકુમાર પટેલ, કારોબારી અઘ્યક્ષ કમળાબેન વસાવા, સામાજીક ન્યાય સમિતી સરોજબેન યુ. વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી યોગેશકુમાર ૫વાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.એન.સીંગ, તલાટી ભીમસિંગભાઈ, હેલીબેન અને મોટી સંખ્યામાં ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!