વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નેત્રંગ તાલુકાના કાકડકુઇ ખાતે પ્રાથમિક શાળા ખાતે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’નો કાર્યક્રમ યોજાયો હતો.


કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.


આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, સરપંચ તારાબેન ગૌતમભાઈ વસાવા, તલાટી કમ મંત્રી ઉર્વીબેન ચૌધરી તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








