વિકાસ સપ્તાહ : નેત્રંગ તાલુકાના બિલોઠી ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી 

SHARE:

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નેત્રંગ તાલુકાના બિલોઠી ગ્રામ પંચાયત ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર,૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધાં હતા. તેમની લોકસેવાની યાત્રાને ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ અવસરે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ એક ઉજવણીનું પર્વ નથી પરંતુ આપણાં રાષ્ટ્ર અને રાજ્યના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પની નવી દિશા તરફ આગળ વધવા માટેનો અવસર છે.

કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.  

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, મામલતદાર જીગ્નેશભાઈ કામદાર, પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા, સરપંચ સુધાબેન અર્જુનભાઈ વસાવા, તલાટી કમ મંત્રી વિપુલભાઈ વસાવા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!