GSEB વિભાગ ના અંગ્રેજી માધ્યમ ના ધોરણ 4 અને 5 નો વાર્ષિકોત્સવ રાખવામાં આવેલ હતો. જેમાં શ્રી કૃષ્ણ લીલા આધારિત આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શાળા ના ભૂતપૂર્વ વિધાર્થી અને યુવા ઉદ્યોગ પતિ કેનૉપી એન્ટરપ્રાઇઝ ના પ્રોપ્રાઇટર વિસિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ જન્મ, કાલિયા મર્દન, રાસ જેવી મનમોહક કૃતિઓ રજૂ કરીને વિધાર્થીઓ એ ઉપસ્થિત વાલીઓ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પ્રસંગે શાળા ના કેમ્પસ ડાયરેક્ટર મિશેલ ગણેશાણી, આચાર્યા સુષ્મા ચૌધરી, ઉપાચાર્યા અંજલિ પટેલ તથા સુચિતા રોય ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાને તેમના શાળાજીવન ના અનુભવો ને વાગોળ્યા હતા. અને વિધાર્થી ઓ ને આવા શાળા કક્ષા એ થતા વિવિધ કાર્યક્રમો માં ભાગ લઈ ને નવું શીખવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ નું સંચાલન અનુષા ગુપ્તા અને દાદાભાઉ પાટીલે કર્યું હતું. અને આભાર વિધિ સુષ્મા ચૌધરીએ કરી હતી.
