નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

SHARE:

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પ્રજાજનો દ્વારા રજૂ થતી સમસ્યાઓ તથા વિકાસલક્ષી જરૂરીયાતોને અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. તાલુકા તથા ગામડાં સ્તરે આવતા તાત્કાલિક પ્રશ્નો – જેમ કે પીવાના પાણીની સમસ્યા, ગ્રામ્ય માર્ગોની ખરાબ હાલત, શાળાઓમાં સુવિધાઓનો અભાવ અને આરોગ્ય કેન્દ્રો-શાળાઓમાં સ્ટાફની અછત જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અધિકારીઓને આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી.

 

જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ લોકઉપયોગી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ. તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

 

બેઠક દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, ગામોને તાલુકા – જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, વીજળીની સુવિધા તેમજ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.

 

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી પરસનજીત કૌર અને જૂહી પાંડે, નાયબ કલેક્ટરો, નેશનલ હાઇવે ઓથોરિટી અને રેલવેના અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત ર

હ્યા હતા.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

error: Content is protected !!