SRF -ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન અને નેત્રંગ તાલુકાની 18 પ્રાથિમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા 18 પ્રાથમિક શાળા વિજ્ઞાન મેળાનું આયોજન પ્રાથમિક શાળા મૌજા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 60 શિક્ષકો, 18 આચાર્ય મિત્રો તેમજ ૧૧૪ જેટ્લા બાળકો અને ૬૫ જેટલી વિજ્ઞાનની કૃતિઓ સામેલ હતી. જેનો મુખ્ય હેતુ તમામ શાળાના બાળકોમાં રહેલ વિજ્ઞાન વ્યવહારુ પ્રવૃત્તિઓ અને મોડેલ-નિર્માણ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન તેમજ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રસ્તુતિ કૌશલ્યનું નિર્માણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું. તેમના કાર્યનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. જેના થકી અન્ય શાળાના બાળકો અને શિક્ષકો પણ એક બીજા પાસેથી નવી નવી વિજ્ઞાનની પ્રવૃતિઓ શીખી શકે અને તેનો પોતાના વર્ગખડમાં અને શાળામાં બાળકોને ભણાવવામાં માટે કરી શકે.
એસ.આર.એફ. ફાઉંડેશન દ્વારા આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ શિક્ષકો અને આચાર્યો તથા બાળકોની અલગ અલગ વિજ્ઞાનની કૃતિઓ દ્વારા પ્રોત્સાહન મળેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મામલદાર નેત્રંગ, સરપંચ ચૌધરી ચંદુભાઈ, તલાટી મંત્રી હેતલબેન, SMC અધ્યક્ષ વર્ષાબેન, SMC સભ્ય અનિતાબેન, મયૂરિકાબેન વસાવા તેમજ મૌઝા શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ l વસાવા(HTAT), પ્રાથમિક શાળા કથીપાડાના આચાર્ય શશીકાંતભાઈ વસાવા, મોરિયાના શાળાના આચાર્ય દિવાનજીભાઈ વળવી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નીચે મુજબની થીમ ઉપર બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમકે ટકાઉ ખેતી, કચરો વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ગ્રીન એનર્જી, ઇમર્જિંગ ટેક્નોલોજી, મનોરંજક ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય અને સ્વચ્છતા અને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવિ કૃતિઓ વિધ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવી.
આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળકો દ્વારા કુલ 65 જેટલી કૃતિઓ મૂકવામાં આવી ત્યારબાદ નિર્ણાયકો દ્વારા આ 65 કૃતિઓ માંથી શ્રેષ્ઠ 10 કૃતિઓને પસંદ કરવામાં આવી અને આ 10 કૃતિઓના બાળકોને આવેલ મહેમાનો દ્વારા ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા એસ આર એ ફાઉન્ડેશનના આ કાર્યક્રમને બિરધારવામાં આવ્યું.
