વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વારલી ચિત્રકળા વર્કશોપનું આયોજન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રેગામા ખાતે કરાયું.

SHARE:

આજે જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 તથા NCF-SE 2023 અંતર્ગત શાળા કોલેજોની અંદર વ્યવસાયિક શિક્ષણ તથા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ કારીગરો, કલાકારો તથા લઘુ ઉદ્યોગ તેમજ નાના નાના ગૃહ ઉદ્યોગ ધરાવતી સંસ્થાઓની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓમાં એક ઉદ્યોગ સાહસિકતા તથા નાનકડા વ્યવસાયલક્ષી ગુણો તથા હસ્ત કૌશલ્ય વિકસે તેવા હેતુસર સમગ્ર શિક્ષણ આલમ ની અંદર એક ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ,વ્યારા -જિ. તાપી તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, રેગામા તા.માડવી જિ.સુરતનાં સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 12 ની 50 જેટલી આદિવાસી અનાથ તેમજ સિંગલ પેરેન્ટ વિદ્યાર્થીનીઓ માટે વારલી ચિત્રકળા વર્કશોપનું સુંદર આયોજન તારીખ 3/01/2026 થી 4/01/2026 દિન-02 દરમિયાન KGBV રેગામા ખાતે કરવામાં આવ્યું હતું. સદર વર્કશોપમાં તજજ્ઞ તરીકે મહેશભાઈ ચૌધરી, નિકુંજભાઈ ચૌધરી, બીપીનભાઈ ચૌધરીએ સેવા આપી હતી.

તેમજ સંસ્થાના વહીવટ કર્તા એવા યોગેશભાઈ ચૌધરી એ વારલી ચિત્રકળા નો ઈતિહાસ અને મહત્વ સંદર્ભે સુંદર માહિતી આપી હતી. આમ વિદ્યાર્થીનીઓમાં ભવિષ્યમાં એક સારા કલાકાર બને અને એક ચિત્રકલા ક્ષેત્રે આદિવાસી ભીંત ચિત્રકળા ના એક માધ્યમથી પોતાનું ભવિષ્ય ઉજળું અને ઉત્કૃષ્ટ બનાવે તથા કલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ મેળવે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સરસ મજાના કલરફુલ પેપર ની અંદર વારલી ચિત્રો સુંદર અને આકર્ષક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. સૌ વિદ્યાર્થીની બહેનોને આ વારલી ચિત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. આમ અને તેમની અંદર છુપાયેલી કલા શક્તિને નિખાર આપવાનું ભગીરથ કાર્ય આ બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આવા વિદ્યાર્થીઓ કે જેમને ચિત્રકલા ક્ષેત્રે ઉંડો રસ છે તેઓને ખરેખર સાંપ્રત સમયની અંદર પ્રેરણા અને પ્રોત્સાહનની તાતી જરૂરિયાત છે ત્યારે આ વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા જિ.તાપી એક ઉત્તમ અને સરાહનીય કાર્ય કરી રહી છે. આ સાથે વારલી આર્ટિસ્ટ એવાં સ્નેહાબેન વસાવા, ડેડીયાપાડા જેમનાં વારલી પેઇન્ટિંગ થી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રસન્ન થયા હતા. તેઓ પણ આ વર્કશોપ માં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

 

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!