જંબુસરના ટુંડજ ખાતે આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ અને કેન્દ્ર-૨નું ખાતમુહૂર્ત સંપન્ન: ધારાસભ્ય ડી. કે. સ્વામી રહ્યા ઉપસ્થિતિમાં

જંબુસર તાલુકાના ટુંડજ ગામે આજે તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ ગ્રામીણ વિકાસ અને બાળ કલ્યાણના અગત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગામમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર-૧ નું લોકાર્પણ અને આંગણવાડી કેન્દ્ર-૨ નું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું હતું.

આ વિકાસલક્ષી સમારોહમાં જંબુસર-આમોદ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ડી. કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે આંગણવાડી કેન્દ્ર-૧ નું ઉદ્ઘાટન કરી ગ્રામજનોને અર્પણ કર્યું હતું અને કેન્દ્ર-૨ ના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુન્નાભાઈ ઠાકોર, જંબુસર

 

 

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State

Follow Us