ભરૂચ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી.

SHARE:

ભરૂચ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આયોજન ભવન ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.  

આ બેઠકમાં જિલ્લાના ગેરકાયદેસરના દબાણો, જમીન સંપાદનને લગતા પ્રશ્રો, પ્લોટ ફાળવણી, રોજગારી અને લેન્ડ લૂઝરને લગતા પ્રશ્નો, નગરપાલીકા વિસ્તારમાં લાભાર્થીને આવાસનો લાભ આપવા અંગે ઉપસ્થિત થતી મુશ્કેલીઓ, જમીન અસરગ્રસ્ત નાગરિકોના વળતરની બાબતો, પાણી પુરવઠા બોર્ડના કરાર આધારિત કર્મીઓના વેતનની બાબતો વગેરે જેવા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.વધુમાં, ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં અગાઉનાં પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતાં નવાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા વહીવટી તંત્રના વિભાગોનાં આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

 

આ બેઠકમાં, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા અને ડી.કે. સ્વામી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભરૂચ ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

હતાં.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!