“ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી – ૨૦૨૫” : યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે ભરૂચમાં ભવ્ય ઉજવણી

SHARE:

ભારતીય સંસ્કૃતિના સર્વોઉત્તમ ઉત્સવ દિવાળીને યુનેસ્કોની Intangible Cultural Heritage (ICH) Listમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સંસ્કૃતિ વિભાગના માર્ગદર્શન હેઠળ, આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિશેષ “ઇન્ટેન્જિબલ દીપાવલી” ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોએ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પ્રાચીન અને દર્શનીય ભૃગુ ઋષિ મંદિર ખાતે દીપાવલી પર્વને યુનેસ્કો દરજ્જાની ઉજવણી રૂપે વિશેષ કાર્યક્રમો યોજાયો હતો. મંદિર પરિસરમાં સજાવટ, હજારો દીવા પ્રજ્વલન, આકર્ષક રોશની સજાવટ તથા પરંપરાગત રંગોળીથી દિવ્ય અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.

દિવાળીનો યુનેસ્કો સૂચિમાં સમાવેશ એ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતિક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતના સાંસ્કૃતિક વારસાને વિશ્વમંચ સુધી પહોંચાડવાના સતત પ્રયત્નોનું આ શ્રેષ્ઠ પરિણામ છે.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!