સંપર્ક, સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણની મુળ ભાવના સાથે કાર્ય કરતી ભારત વિકાસ પરીષદ સન્ ૧૯૬૩થી રાષ્ટ્રિય સ્તરે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે અને જેનું લક્ષ્ય સ્વસ્થ, સમર્થ અને સંસ્કારીત ભારત બનાવવાનું છે જેના અંતર્ગત માંડવીના માંડવી હાઈસ્કુલ કેમ્પસ મુકામે સામાજિક અને આર્થિક રીતે પછાત દિવ્યાંગોની શારીરીક તપાસ કરી તેઓને તદ્દન મફતમાં કૃત્રિમ હાથ-પગ તથા કેલિપર્સનું વિતરણ કરવાના હેતુ થી ૪૫થી પણ વધુ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા અને તેમને માપ અનુસાર કૃત્રિમ હાથ-પગ બનાવી તારીખ ૧૫મી જુનના રોજ હાથ-પગ હલનચલન કરી શકે તેવી રીતે ફીટીંગ કરી આપવામાં આવશે.

શાખા અધ્યક્ષ વિનેશ શાહના જણાવ્યા મુજબ ભારત વિકાસ પરીષદ સેવા યોજના થકી દિવ્યાંગોના કલ્યાણ, પુનર્વસન, આદિવાસી વિકાસ, ગામ-શહેર સ્લમ એરીયા વિકાસ વિગેરે સમાજ ઉપયોગી કાર્ય નિયમિત ધોરણે કરે છે અને છેવાડાના ગ્રામવાસીઓ સુધી પહોંચી તેઓને મદદ પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે અને તેના માટે સતત પ્રયત્નશીલ રહીશું તેવું પણ જણાવ્યું હતું.

શાખા સચિવ વિકાસ પારેખએ માહિતિ આપ્યા મુજબ દેશભરમાં કુલ ૧૩ કેન્દ્રો થકી અત્યાર સુધી ૪ લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચુક્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો સંકલ્પ છે. અમદાવાદ પાલડી શાખા એ પરીષદનું ગુજરાતમાં એકમાત્ર દિવ્યાંગ સાધન સહાય કેન્દ્ર છે અને કેન્દ્ર પર જ કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં આવે છે અને સંસ્થામાં જ તાલીમબધ્ધ ટેકનીશીયન્સ ઉપલબ્ધ છે જે માંડવી ખાતે ઉપસ્થિત રહી લાભાર્થીનું માપ લઈ સલાહ-સૂચનો પણ આપ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માંડવી અજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી નલીનભાઈ શાહ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે લાયન હસમુખભાઈ મિસ્ત્રીએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. આ કાર્યક્મના સમગ્ર આયોજનમાં તથા પ્રચાર પ્રસાર કરવામાં દિનેશભાઈ ઉર્ફે ડેનીભાઈ પટેલ બહુમુલ્ય ફાળો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં શાખા મહિલા સહભાગિતા દામિનીબેન, સહ ઉપાધ્યક્ષ રવિરંજન સિંગ અને સભ્ય હિમા પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ પટેલએ કર્યું હતું અને અંતમાં શાખા ઉપાધ્યક્ષ ભાવિન દેસાઈએ આભાર વ્યક્ત કરી કાર્યક્મનું સમાપન કર્યું હતું.







