ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ગામના ઈન્દ્રજીતસિંહ (અમીતસિહ) મહીડાના ધર્મપત્ની હેમાંગીનીબેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે થી અગ્રવાલ વિદ્યા વિહાર ઈંગ્લીશ મીડીયમ કોલેજ વેસુ ના ડૉ.તૃપ્તિબેન ડી. મહીડાના માર્ગદર્શન હેઠળ “રોગચાળા સમય માં જાહેર પુસ્તકાલય નું મુલ્યાંકન ભરૂચ જિલ્લાનો અભ્યાસ” મહાનિબંધ તૈયાર કરી PH.D. અભ્યાસ પૂર્ણ કર્યો. PH.D. માટેના તેમને રજૂ કરેલા શોધ નિબંધને સ્વીકારીને વિદ્વત્તાની પદવી અપાઈ. આ સમય દરમ્યાન નામી અનામી દરેક લોકો જે મારા અભ્યાસ દરમ્યાન મદદરૂપ થયાં તેમનો ડૉ.હેમાગીનીબેને આભાર વ્યક્ત કરે છે.







