નેત્રંગ પ્રાથમિક કન્યા શાળા ખાતે નવા સત્રના પ્રારંભે વાલી બેઠક યોજાઇ.

SHARE:

નેત્રંગ ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે નવા સત્રના પ્રારંભે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના વાલીઓ ની વાલી બેઠક શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

જેમાં શાળા પ્રવેશોત્સવ,  શાળામાં બાળકોના પ્રવેશ, નિયમિતતા, સ્વચ્છતા, એસ.એમ.સી ની પૂનઃ રચના, એસ.એમ.સી ના કાર્યો અને તેની ફરજો વિશે વાલીઓને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી..

સાથે એસ.એમ.સી ની રચના બાબતે વાલીઓ સાથે ચર્ચા કરી જે વાલી સર્વ સંમતિ થી તૈયાર થાય એમને વાલી સભ્ય તરીકે લેવામાં આવ્યા. શાળામાં ચાલતી વિવિધ સરકારી યોજના વિશે પણ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!