નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી.

SHARE:

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે નેત્રંગ તાલુકાના તાલુકા પંચાયતના એસ.ઓ ધરાવભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી યોગેશભાઈ પવાર, આગેવાન ગૌતમભાઈ વસાવા, નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુભાઇ વસાવા, કામલીયા સરપંચ પિન્ટુભાઈ, ખરેઠા સરપંચ સતીષભાઈ વસાવા, સંકેતભાઈ પંચાલ તેમજ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!