નેત્રંગમાં ૨૮ મી.મી વરસાદ ભારે પવન સાથે વાવાઝોડું… વીજળી પડતા ૧૫ વર્ષની કિશોરી દાઝી….

SHARE:

નેત્રંગ પંથક સહિત તાલુકાભરમાં ભારે ઉકળાટ અને ગરમી તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ૧૪મી જૂનના રોજ  સાંજના સમયે એકાએક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.

નેત્રંગ ટાઉનના લાલ મંટોડી વિસ્તારના હનુમાન ફળિયામાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી ઓમિકા ગણેશભાઈ વસાવા પશુઓને ચરાવવા ગઈ હતી. આ દરમિયાન તેના પર વીજળી પડતાં તે દાઝી ગઈ હતી. ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સારવાર માટે સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!